Posts

Showing posts from April, 2012

This Blog's Audience Stats by: google

Image
My Lovely Audience, Thanks for Reading my Blog :)

મફત મેળવો

ઘણા લોકોની આદત છે, માણસ કે મિત્રોના વખાણ કરવા નહીં, જો તેનાથી પોતાને કંઈ ફાયદો ના થવાનો હોય તો. અને જો મફત શબ્દ દેખાય તો બધું વાંચી લેવાનું જાણે શુંય ફાયદો થઈ જાય અને મઝા પડી જાય. અત્યાર સુધી ઘણા લેખ લખ્યા છે આ બ્લોગ પર, પણ એક ક્લિક કરી જોવાનીય તસ્દી લીધી નહીં. જ્યારે મફત મેળવો વાંચ્યું તો આવી ગયા. લોકોને આજ કાલ કોઈનાય જીવન સાથે કોઈ લેવા દેવા નથી. બસ મારો સ્વાર્થ સધાય એટલે પત્યું,  પોતાનો સ્વાર્થ સાધવા ટોળા ભેગાં કરતાં વાર નહીં કરે, તે માટે કંઈ મફત આપવું પડે તોય આપશે. આ સ્વાર્થ પૂરતાં ટોળાનો સમાજ છે.

મેર મૂવા... લોહરીયા

ફિલ્મો માં જ્યારે યાદશક્તિ ભૂલી જાય કોઈ કલાકાર. ક્યાંક થી કંઈક કરીને માથામાં વગાડી લાવે અને પછી હોસ્પિટલ માં જાગે ત્યારે પૂછે... હું ક્યાં છુ.. ? અલ્યા તુ ગુજરાતી ભાષા ના ભૂલી ગયો ??? 

જીવન અને મૃત્યુ

જો ભગવાન એક છે, તો મંદિરો અનેક કેમ? જો ભગવાન એક છે, તો રૂપ અનેક કેમ?  જો આત્મા એજ પરમાત્મા છે, તો આટલા દુઃખ કેમ? ભગવાન એટલે શું ? ભગવાન છે? દરેક કાળમાં જુદા જુદા ધર્મો દ્વારા ભગવાન હોવા અને તેના સુધી પહોંચવા માટે ના રસ્તાઓની અગલ અગલ રીતે રજૂઆત કરવામાં આવી છે. જો ભગવાન હોય તો તે સંતાઈને કેમ બેઠો છે? શું તે માણસ થી ડરીને એમ કરે છે? કે પછી છે જ નહીં? જેઓ ગુરૂને માને છે અને તેમના બતાવેલા રસ્તા પર ચાલે છે. તેઓ આ ચર્ચાનો ભાગ છે જ નહીં. પાપ - પુણ્ય જેવી કોઈ વસ્તુ છે જ નહીં. જે સમયમાં માણસ જાનવર જેવો હતો તે સમયમાં નિર્બળ લોકો તેના થી બચવા માટે ભગવાન અને પાપ-પુણ્યની બીક બતાવી તેને છેતરી તેના ત્રાસ થી બચતા હતા. જે કોઈના થી ના ડરે તેને ભગવાન ના નામે ડરાવી શાન્ત કરવામાં આવતા. આપણે હાડ-માંસ ના પ્રાણી છીએ ,જેનો જન્મ થયો છે અને મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ બાદના જીવન વિષે ઘણી ચર્ચાઓ છે, પરંતુ તે કરનાર કોણ?   જેણે આજ સુધી મૃત્યુ જોયું જ નથી. સત્ય એ છે કે માણસ તથા બ્રહ્માંડ ના દરેક પ્રાણી, આ સૂક્ષ્મ અને રહસ્યમય બ્રહ્માંડના તત્વો માંથી બન્યા છે, અને અંતે તેમાં ભળી જવાના છે. કોઈ પણ વાચક મિત્રો એ આ