Posts

Showing posts from October, 2011

પૃથ્વીનો છેડો ઘર

ઓહ... આ શું વાગી રહ્યું છે મને? હું ક્યાં છું? આ શેની પર હું ઊંઘતો હતો? આ....હ.... મારો પગ..... ક્યારે વળી ગયો હશે ઊંઘમાં? થોડી વાર પછી મને યાદ આવ્યું કે  મેં ઘર છોડી દીધું છે. હું દીપૂભા ની ફૅક્ટરી પર સૂતો હતો. ક્યાં રહેવું કે કોના ઘેર જવું કંઈ સમજાતું ન હતું ત્યારે દીપૂભા મળ્યા ચાલો મારા ઘેર એમના ભાઈ એક ચોકીદાર હતા કોઈ મોટા કોમ્પ્લેક્સમાં અને તે જ કોમ્પ્લેક્સમાં દીપૂભા ની ફૅક્ટરી. ફૅક્ટરી એટલે એક 12 ફૂટ નો ચોરસ રૂમ. જેમાં પ્લાસ્ટિક ના દાણા અને ડાઈ થી ભરેલા કોથળાની વચ્ચે હું ઊંઘ્યો હતો. મારી ચા.... મારુ દાતણ.... મારો રૂમાલ... મને પાણી ગરમ કોણ મૂકી આપશે.... મારે નાહ્યા પછી તરત નાસ્તો જોઇશે... અરે ક્યાં ગયા દીપૂભા... દીપૂભા... હા ઉપર જવા દે મને, એમના ઘેર. એમનું ઘર એટલે એ બિલ્ડીંગના ધાબા પર નો એક રૂમ. મેં ઉપર જઈને પૂછ્યું ક્યાં છે દીપૂભા. એ તો મંદિર ગયા છે. ઓહ... સારુ મારે સ્નાન કરવું છે. હા નીચે આપણી ઓફિસ છે ત્યાં જાહેર શૌચાલય છે ત્યાં જ..... ઓ...હ હું .... હું ... ક્યાં આવી ગયો છું . મારુ ઘર મને ખૂબ યાદ આવી રહ્યું છે. પણ પિતા સાથે જ્યારે હું તકરાર કરીને નીકળ્યો ત્યારે મને ખબર ન હત

અમે વણજારા

ખાલી જગ્યા જોઈને પચાવી પાડો છો, ચાલો નીકળો અહિંયાં થી. કોને ખબર ક્યાં ક્યાંય થી આવી ને જમા થઈ જાય  છે. સ્તબ્ધ થઈ ગયેલા ત્રીસ થી પાંત્રીસ લોકો નિરાશાના વંટોળ સાથે ચિંતાની ધૂળથી ઘેરાઈ ગયા. બાળકોને કાંઈ ખબર નથી માસૂમ ચહેરાઓ સ્મિતથી છલકાઈ રહ્યા છે, અને માટી સાથેનો તેમનો પ્રેમ અનોખો છે. ઘણા સમયથી અહીં રહેતા રહેતા આસ પાસની ધરતી અને લોકો માટે એક સુંદર લગાવ થઈ ગયો હતો. ખાસ જોઈને ગામની ભાગોળે આ જગ્યા પર રહેવાનો નિર્ણય કર્યો હતો. અહીં કોઈને નડીશું નહીં અને ગામમાંથી જોઇતી જીવન જરૂરિયાતની સામગ્રી પણ મળી રહેશે, તથા કોઈ નાનું મોટું કામ પણ મળશે તો બે પૈસા કમાવવાના પણ થઈ જશે. આ વિચારો સાથે અહીં આવી ને વસવાનું નક્કી કર્યું હતું. અહીંના વડા, અનુભવી અને કુશળ લુહાર હરમનસંગને ક્યાં ખબર હતી કે શહેરમાં હવે માણસો માટે જગ્યા નથી. નિરાશ મને બીજે ગામ જવાની તૈયારી કરવા વણજારા પોત પોતાની ઝૂંપડી તરફ ભારે મનથી આગળ વધ્યા. જીવા ગધેડાઓને પાછાં વાળો, સામાન લાદવો છે. ખૂબ મહેનતથી બનાવેલી ઝૂંપડીઓને જે હાથોએ સજાવી હતી તે  આજે વિખેરી નાખશે. ક્યાં જાશું ? ક્યાં રહીશું ? કાંઈ જ ખબર નહતી આજે. બસ અહીંથી જવું પડશે તે ખબર છે.