Posts

વિચાર અને પૈસા

વિચારવાના પૈસા નથી, પણ વિચારથી પૈસા છે.

પ્રેમ ને વહેવા દો…

Image
પ્રેમ ને વહેવા દો … પ્રેમ ને કોઈ સંબંધોના નામ રૂપી પાંજરા માં કેદ કરવાનો પ્રયત્ન કરશો ને … તો કદાચ ….  તો કદાચ એ ગાયબ થઈ જશે …  હા ….  એ અલૌકિક અને જાદૂઈ છે . એ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે   તે આજ સૂધી કોઈ સમજી શક્યુ નથી . ખરેખર કહું ને ….  તો પ્રેમને સમજવાનો પ્રયત્ન પણ કરશો   તો એ ગાયબ થઈ જશે . પ્રેમ ને વહેવા દો …  બસ …  જેમ છે તેમ રહેવા દો … 

પ્રેમ અને નોકરી

પ્રેમ અને નોકરી માં લગભગ બધુ સરખુ જ હોય છે. એક તરફ સાહેબ બીજી તરફ પ્રેમિકા. વરસો વરસ વફાદારી થી વીતાવ્યા પછી, એક ભૂલ પણ માફ નથી હોતી. મનમાં ને મનમાં એ તમારા ભૂતકાળના તમામ ત્યાગ અને બલિદાન ની બલી ચઢાવી દે છે.

મારે થોડું રડવું છે

જીવન ના ચડાવ ઉતાર અને સંબંધોની સમજણ અથવા સંબંધોના જ્ઞાન થી ક્યારેક એવો સમય પણ આવે છે કે, પોક મૂકીને રડવું છે પણ કામ એટલુ છે કે રડવા માટે સમય નથી. આ જીવનની આંટૂ-ઘૂટી એ રડવા માટે પણ માણસ ને એકલો છોડતી નથી. હે સમય થોડી વાર થંભી જા, હું થાકી ગયો છું મારે થોડો સમય મારા માટે જોઈએ છે... મારે થોડું રડવું છે.

અજાણતા...

મને મળે કે ના મળે તું હંમેશા મારા હૃદયમાં ધબકતી રહીશ. ક્યારેક મારા આંસુઓમાં અને ક્યારેક મારી લાગણીઓમાં તું વહેતી રહીશ.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ આપની રાહ જોઈ રહી છે.

ક્યારેય પણ, કોઈ પણ સમયે, એક પણ વખત જો તમને ગુજરાતી ફિલ્મ બનાવવા, લખવા, એક્ટિંગ કરવા કે ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝના કોઈ પણ ક્ષેત્રમાં કામ કરવાનો વિચાર આવ્યો હોય તો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝના મહાનુભાવો સાથે સેમિનાર તથા એમના વર્કશોપમાં વિના મૂલ્યે ભાગ લેવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને આપની વિગત મોકલી આપો. અને જો તમે પહેલેથી જ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ સાથે જોડાયેલા છો તો આપની ની વિગત જરૂર મોકલો આપ પણ આવનારી નવી ટેલેન્ટ ના માર્ગદર્શક બની શકો છો.. #gujaratifilm #gujarati #film #films #cinema http://www.gujaratifilms.in